Sunday, January 12, 2025
HomeGujaratહળવદ હાઇવે પર જેસીબી બાઇક વચ્ચે ગમખ્વાર સાથે અકસ્માત: બાઇક સવાર પિતા...

હળવદ હાઇવે પર જેસીબી બાઇક વચ્ચે ગમખ્વાર સાથે અકસ્માત: બાઇક સવાર પિતા પુત્રના કમકમાટીભર્યા મોત નિપજ્યા

હળવદ હાઇવે અકસ્માતોનું ઘર બની ગયો છે અને દર બીજા દિવસે ગંભીર અકસ્માત ના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક અકસ્માતમાં બાઇક સવાર પિતા પુત્રના મોત નિપજ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેની વિગત મુજબ રાત્રીના સમયે ગાંધીનગરથી મોટરસાયકલ લઈને પોતાના ગામ સુસવાવ જતા પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો જેમાં હળવદ હાઇવે પર હોન્ડા ના શો રૂમ નજીક જેસીબી સાથે અકસ્માત સર્જાતા બાઇક સવાર પૈકી વખતભાઈ કાલુભાઈ વણઝારા ( ઉંમર વર્ષ ૩૫)નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે કાળુભાઈ સવાભાઈ વણઝારા( ઉંમર વર્ષ ૫૫) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પેહલા જ તેઓએ દમ તોડી દીધો હતો અને પિતા પુત્રના મોત નિપજ્યા હતા જ્યારે અકસ્માત બાદ જેસીબી ચાલક જેસીબી મુકિને નાસી છૂટ્યો હતો તેમજ બન્ને પિતા પુત્રના મૃતદેહ હળવદની સરકારી હોસ્પિટલ લાવ્યા ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડો. આકાશ પટેલે પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ ધટનાની જાણ થતા તાત્કાલિક હળવદ પોલીસ ધટના સ્થળે પહોચી અકસ્માત ગ્રસ્ત વાહનને સાઈડ માં ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!