હળવદ હાઇવે જાણે એક્સીડેન્ટ ઝોન બની ગયું હોય એમ રોજ બરોજ અકસ્માત ના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક ખાનગી ટ્રાવેલ્સનો અકસ્માત સર્જાયો છે.
 
 
જેમાં વધુ વિગત મુજબ હળવદ થી સુરેન્દ્રનગર જતી રામરાજ નામની ખાનગી ટ્રાવેલ્સ ને હળવદ તાલુકાના કવાડિયા ગામ નજીક ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેને પગલે બસમાં સવાર લોકોમાંથી નવ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાના અમુક લોકોને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે અને અમુક લોકોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.જેમાં ઇજાગ્રસ્તો ના નામની મળતી પ્રાથમીક માહિતી મુજબ મફાભાઈ ખીમાંભાઈ ડાભી (રહે.સુરેન્દ્રનગરઉ.વ.૪૨),મીનાબેન રાજુભાઇ (રહે.કોઢ તા.ધ્રાંગધ્રા ઉ.વ.૩૫),તકુબેન કરમશીભાઈ (રહે.સુરેન્દ્રનગર ઉ.વ.૬૦),ફૈજુનબેન અકબરભાઈ (રહે.ભરાળા ઉ.વ.૪૨),નસીમબેન નાસીરભાઈ (ઉ.વ.૪૦),સમીમબેન નાસીરભાઇ સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ મળી નવથી વધુ લોકો લોકો ઈજાગ્રસ્ત થયા છે.


 
                                    






