ટંંકારા પોલીસ મથકમા ચોરાઉ મોટર સાયકલ સસ્તામા ખરીદી ઉંચી કિંમતે વેંચવાના ગુન્હામા સંડોવાયેલા શખ્સે ટંકારાના વકીલ મારફત મોરબી સેસન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી રાજકોટના ઈસમને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે.
ટંંકારા પોલીસ સ્ટેશનમા મોટર સાયકલ ચોરાવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામા ચોરાઉ મોટરસાઇકલ ખરીદનારા શખ્સનુ નામ ખુલતા પોલીસે જુલાઈ-૨૫ મા નોંધાયેલી ફરીયાદના આધારે રાજકોટનાં જગમાલ કમા પરમારની ચોરીના મોટરસાઈકલ સસ્તામા ખરીદી ઉંચી કિંમતે વેંચાણ કરતા શખ્સને પકડી પાડી જેલ હવાલે કરવામા આવ્યો હતો. દરમિયાન જામીન મુક્ત થવા ચોરાઉ બાઈક વેંચતા આરોપી જગમાલે ટંંકારા કોર્ટમા જામીન અરજી કરતા કોર્ટે જામીન અરજી નામંજુર કરી હતી. બાદમા રાજકોટના શખ્સે ટંકારાના એડવોકેટ જ્યોતિબેન દુબરીયા અને મયુર પટેલ મારફત સેસન્સ કોર્ટમા જામીન અરજી રજુ કરતા અદાલતે આરોપી તરફેના વકીલ જ્યોતિ દુબરીયાની આરોપીની ગુનામા સીધી સંડોવણી ન હોય અને તેના પર લાગેલા આક્ષેપો હોય આરોપી ક્યાંય નાસી જાય એમ ન હોય તપાસમા જરૂર પડ્યે સહકાર આપવા સમંત હોવાની બચાવ પક્ષની ધારદાર દલીલોને કોર્ટે સ્વિકારી આરોપીને રૂપિયા ૫૦ હજારના જાત મુચરકા ઉપર રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.