હળવદ તાલુકાના માલણીયાદના બલભદ્રસિંહ ભગતસિંહ ઝાલા તેમજ જોગડનાં લાલુભા ભાવુભા ચૌહાણ એ ઘનશ્યામપુરનાં નાગરભાઈ પોપટભાઈ દલવાડી ને અનુક્રમે રૂ.૪,૫૦,૦૦૦/- તેમજ ૧,૦૦,૦૦૦/- હાથ ઉછીના આપેલ હતા. તે રકમ અંગે તેમને ચેક આપેલ હતો. તે રકમ સમયસર પરત ન કરતાં બલભદ્રસિંહ ભગતસિંહ ઝાલા અને લાલુભા ભાવુભા ચૌહાણએ ચેક બેન્કમાં જમા કરાવતા રિટર્ન થતાં બંને જણા એ એન.આઈ.એકટ ની કલમ, ૧૩૮ મુજબ અલગ-અલગ ફરિયાદ કરી હતી અને સદર બંને કેસ હળવદના જજ આર.એમ.કલોત્રા એડી.ચીફ.જયુડી.સમક્ષ ચાલેલ જેમાં ફરિયાદ પક્ષે આર.જે.ઝાલા તેમજ તોહમતદાર તરફે એલ.જી.સોનગ્રા એ રજુ રાખેલ પુરાવો અને દલીલો ને ધ્યાને લઈ ગુણ દોષ ઉપર નામદાર કોર્ટ બલભદ્રસિંહ ભગતસિંહ ઝાલાના કેસમાં તોહમતદાર નાગરભાઈ પોપટભાઈ દલવાડી (રહે.મુ.ઘનશ્યામપુર) વાળા ને એક વર્ષ ની સાદી કેદ તથા રૂ.૫,૩૨,૦૦૦/- નો દંડ તેમજ લાલુભા ભાવુભા ચૌહાણ ના કેસમાં તોહમતદાર નાગરભાઈ પોપટભાઈ દલવાડી (રહે.મુ.ઘનશ્યામપુર) વાળાને એક વર્ષની સાદી કેદ તથા રૂ.૧,૨૦,૦૦૦/- નો દંડ ફટકારતો ચુકાદો આપવામાં આવેલ છે.