બિપરજોય વાવાઝોડા સમયે રાતદિવસ ખડેપગે સેવા બજાવતા અધિકારીઓ કર્મચારીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ મોભીઓ અને રાજકીય આગેવાનુ ઉત્કૃષ્ટ સેવા સન્માન કાર્યક્રમ યોજાયો
હળવદમાં બિપરજોય વાવાઝોડાની કપરી સ્થિતિ વચ્ચે સેવાની જ્યોત જલાવનાર દરેક અધિકારીઓ સામાજિક સંસ્થાઓ રાજકીય આગેવાનોનુ એક્ટિવ ગ્રુપ દ્વાર ઉત્કૃષ્ટ સેવા સન્માન સમારોહ જનતા ફુડ મોલ ખાતે યોજાયો.રાત દિવસ ખડે પગે નિસ્વાર્થ ભાવે સેવા કરનાર અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના મોભીઓની સાથે રાજકીય આગેવાનોનું ઉત્કૃષ્ટ સેવા સન્માન કરવામાં આવ્યું.
બીપરજોય વાવાઝોડાની પરિસ્થિતિમાં સ્થળાંતરીત આશ્રિતો તેમજ જરૂરિયાતમંદ લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના મોભીઓની સાથે રાજકીય આગેવાનો અને પત્રકાર મિત્રો સહિતનાઓ દ્વારા ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડવામાં આવી હતી. આ કામગીરીને બિરદાવવા એક્ટીવ ગ્રુપ હળવદ ના સભ્ય મેહુલભાઈ ભરવાડ, બળદેવભાઈ ભરવાડ અને મયુરભાઈ રાવલ દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જડબેસલાક પૂર્વતૈયારીઓ અને સૂઝબૂઝથી ભર્યાં આયોજનને કારણે વાવાઝોડા દરમ્યાન એક પણ માનવ મૃત્યુ ન નોંધાતા તંત્રે હાશકારો અનુભવેલ. આવી વિકટ પરિસ્થિતિમાં આ બધાની વચ્ચે ફરજનિષ્ઠા અને સમર્પિત ભાવથી કામ કરનારાઓનુ એક્ટિવ ગ્રપ દ્વારા ૪૮ લોકોનું ઉત્કૃષ્ટ સેવા મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં પૂ. ભક્તિનંદનદાસજી સ્વામી, પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય હળવદ ધાંગધ્રા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, હળવદ માળિયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, હળવદ મામલતદાર ચિંતન આચાર્ય,હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવ, ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયા, પીજીવીસીએલ ના કે.ડી.નિનામા કા.પા.ઈજનેર, જે.એલ.બંરડા ના.કા.પા.ઈજનેર,સહિતના અધિકારીઓ અને સામાજિક સંસ્થા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાકાર્યક્રમ પૂર્ણ થયા બાદ
સમુહમાં રાષ્ટ્રગાન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો એ સ્વરૂચી ભોજન સાથે લીધું હતું.સમગ્ર કાર્યકમ નું સંચાલન ગજેન્દ્ર ભાઈ મોરાડીયા, તપનભાઈ દવે એ કર્યું હતું.