વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે,બીજા તબક્કાનું જાહેર નામું બહાર પડ્યું ત્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સાથે હળવદ પોલીસ અને આર્મી જવાનો દ્વારા હળવદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સતત નજર રાખી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ કાર્યરત બની છે. હળવદ સહિત સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે આગામી 1 ડિસેમ્બરના દિવસે મતદાન યોજાનાર છે.
જે દરમિયાન હળવદ શહેર ગ્રામ્ય ના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હળવદ પી.આઈ. એમ.વી.પટેલ,પી આઈ ડી.એમ.ઢોલ.પી.એસ.આઈ.એમ.જે.ધાધંલ, પીએસઆઇ કે.એન.જેઠવા. સહિત સ્ટાફ દ્વારા આર્મી જવાનો ને સાથે રાખી શહેરના જુદા જુદા વિસ્તારો મા કાયદો અને વ્યવસ્થા સહિત ચૂંટણીમા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી ના ભાગ રૂપ ફ્લેગ માર્ચ યોજાય હતી સાથે સાથે વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ સતર્ક બની કાર્ય કરી રહી છે.