Wednesday, January 22, 2025
HomeGujaratહળવદમાં સગાઈ બાદ મંગેતર સાથેના સબંધથી સગીરા ગર્ભવતી બની અને બાળકને જન્મ...

હળવદમાં સગાઈ બાદ મંગેતર સાથેના સબંધથી સગીરા ગર્ભવતી બની અને બાળકને જન્મ આપ્યો!ચેતી જજો:દીકરા દીકરીઓને ખુલ્લી છુટ આપવાનુ આવું પરિણામ પણ આવી શકે

સગાઈ તો દૂરની વાત છે વાત પાક્કી કરી ને પણ આધુનિક જમાનાની આડમાં દીકરા દીકરીઓને એકાંતમાં હરવા ફરવાની ખુલ્લી છુટ આપતા માતા પિતા આ બનાવ ખાસ વાંચજો

- Advertisement -
- Advertisement -

હળવદમાં એક ચોંકાવનારો અને ભેદી બનાવ સામે આવ્યો છે જેમાં એક સગીરાની સગાઈ કરવામાં આવી હતી જે બાદ સગીરા અને તેના મંગેતર સાથે શરીર સંબંધ બંધાયો હતો જે દરમ્યાન આ સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી.પરંતુ બન્ને ભાઈ બહેન ની સગાઈ સામાસામી કરી હોવાથી કોઈ કારણોસર આ સગાઈ તૂટી ગઈ હતી.

પરંતુ તાજેતરમાં જ આ સગીરા ને પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પીટલએ ખસેડવામાં આવી હતી.જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સગીરા ગર્ભવતી છે અને તેને જે દુખાવો થઈ રહ્યો છે તે પ્રસુતિ નો દુખાવો છે.જે બાદ પ્રસુતિ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને આ સગીરાએ એક તંદુરસ્ત બાળકને જન્મ પણ આપ્યો છે.સમગ્ર હકીકત જાણીને સગીરાના માતા પિતા ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.પરંતુ આજના સમયમાં સગાઈ તો ઠીક પરંતુ વાત પાકી કરી ને પણ યુગલો ને સાથે કે એકાંત માં હરવા ફરવા જવા માટે છુંટ આપવામાં આવે છે.જે છુંટ માં યુવાધન પોતાનો કાબૂ ગુમાવી બેસે છે અને ભૂલ કરી બેસે છે જેનું પરિણામે અનેક જિંદગીઓ બરબાદ થાય છે.અને આ બનાવમાં તો માતા પિતા ની પણ ભૂલ ઉડીને આંખે વળગી રહી છે.કેમ કે પ્રસુતિ સુધી માતા પોતાને પોતાની દીકરી ગર્ભવતી હોવાની ખબર જ ન પડી તે વાત ગળે ઉતરતી નથી છતાં પણ જો હકીકત માં જ તેઓ બેધ્યાન હોય તો સંતાનો પ્રત્યે આ ઘોર બેદરકારી કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.જોકે હાલમાં તો જે યુવક સાથે સગીરાની સગાઈ થઈ હતી તે યુવક વિરૂદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!