Thursday, January 2, 2025
HomeGujarat૨૮મી એપ્રિલના રોજ ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

૨૮મી એપ્રિલના રોજ ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૮-૦૪-૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. ટંકારા, રાજકોટ-મોરબી રોડ,ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!