Friday, January 10, 2025
HomeGujaratહળવદમાં સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી બનેલ ઓપન જીમનું લોકાર્પણ કરાયુ

હળવદમાં સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી બનેલ ઓપન જીમનું લોકાર્પણ કરાયુ

આજરોજ હળવદ ના રમણીય સ્થળ એવા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ સામંતસર તળાવ માં કાંઠે આવેલ બગીચા માં હળવદ શહેર ની જાહેર જનતા નું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવા શુભ આશય થી હળવદ નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર ના સાંસદસભ્ય ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા ની ગ્રાન્ટમાંથી બનેલ ઓપન જિમ નું નિર્માણ કરવામાં આવેલ હતું.

- Advertisement -
- Advertisement -

જેથી હળવદ નગરના નાગરિકો અલગ અલગ કસરત થકી પોતાનું શરીર ફીટ રાખી શક્સે આ લોકાર્પણ કાર્યક્રમ માં સાંસદ સભ્ય અને કેન્દ્રીયમંત્રી ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા એ આ સાથે હળવદ તાલુકા ના વિવિધ બે ઓપન જિમ ગ્રામ્ય વિસ્તાર માં બનાવવા માટે ની પણ જાહેરાત કરી છે આમ સાંસદ સભ્ય દ્વારા હળવદ તાલુકા માં બે એમ્બ્યુલન્સ ફાળવેલ છે અને આગામી સમય માં રણમલપુર ખાતે આવેલ સ્વસ્થ કેન્દ્રમાં પણ એમ્બ્યુલન્સ ફાળવવાની છે અને હળવદ માં આવેલ બગીચા માં પણ બાળકો માટે રમત ગમત ના સાધનો પોતાની ગ્રાન્ટ માંથી ફાળવવા માટે ની પણ તેઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે સંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્રભાઈ મુંજપરા , ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા , પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયા , અજયભાઈ રાવલ , મનસુખભાઈ ગોરીયા , રજનીભાઈ સંઘાણી, બિપીનભાઈ દવે , ચંદુભાઈ શિહોરા, પ્રવિણભાઈ સોનગ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં શાબ્દિક સ્વાગત ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા એ કર્યું હતું.આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ નગરપાલિકા ના કર્મયોગીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!