પત્રકારોની આઝાદી છીનવવાના સાંસદના હીન પ્રયાસને વખોડી કાઢી હળવદ મામલતદારને આવેદનપત્ર અપાયું
સુરેન્દ્રનગરના સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ ગઈકાલે સુરેન્દ્રનગરની સંયુક્ત નગરપાલિકાના પદગ્રહણ સમારોહ વખતે પત્રકારને અગાઉ લખેલા સમાચારનું મનદુખ રાખી ઉગ્ર બોલાચાલી કરી અશોભનીય વર્તન કરી ગાળો આપી જાનથી મારી નાખવાની જાહેરમાં ધમકી આપતા પત્રકાર આલમમાં ભારે રોષ ભભૂકી ઊઠયો છે ત્યારે આજે હળવદ પત્રકાર સંઘ દ્વારા સાંસદ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આ બનાવને વખોડી કાઢ્યો હતો
ગઈકાલે ૨૪ મેના રોજ સુરેન્દ્રનગર ખાતે પાલિકાના પદગ્રહણ સમારોહ દરમિયાન હાજર રહેલ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ અગાઉના સમાચારોના મનદુઃખ ને લઈ સુરેન્દ્રનગરના સ્થાનિક પત્રકાર વિરેનભાઈ ડાંગરેચા સાથે ઉગ્ર બોલાચાલી કરી અશોભનીય વર્તન કરી જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પત્રકારોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આ બનાવને લઇ સુરેન્દ્રનગરના પત્રકારો દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી છે સાથે આજે પણ રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે આજે હળવદ પત્રકાર સંઘ દ્વારા આ બનાવને વખોડી કાઢી સાંસદ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે હળવદ મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી આ વેળાએ પત્રકાર સંઘના પ્રમુખ બળદેવભાઈ ભરવાડ,મયુરભાઈ રાવલ,દીપકભાઈ જાની,મેહુલ ભાઈ ભરવાડ, પ્રશાંતભાઈ જયસ્વાલ, કિશોરભાઇ પરમાર, સુરેશભાઇ સોનગરા,રમેશભાઈ ઠાકોર સહિતનાઓ હાજર રહ્યા હતા