ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે આગામી 21 ઓક્ટોબરને મંગળવારના રોજ નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજથી બંગલા દર્શન શરૂ કરવામાં આવ્યું છે. જેનાથી નોબત શરણાઈના શુર લહેરાશે.
ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન આગામી 21 તારીખને મંગળવારે યોજાશે. જેનો હરી ભક્તોએ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાતરમા પ્રસાદ યોજાશે. ટંકારા મધ્યમા બિરાજતા અને ગ્રામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ નુતન વર્ષની ઉજવણી આજથી અગિયારસથી શરૂ થઈ ગઈ છે. મંદિરને વિશેષ શ્રીગાર કરવામા આવ્યો છે. આજે સાંજે શ્રી હરી સમસ્ત દરબાર સાથે બંગલા દર્શનમાં બિરાજમાન થશે સવાર સાંજ નોબત ના શુર ગુંજશે બેસતા વર્ષના દિવસે દાદા સન્મુખ જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ મિઠાઇ અને પ્રસાદ ધરવામાં આવશે. ટંકારા સહીત રાજકોટ મોરબી અમદાવાદ વાકાનેર જામનગર મુબઈ દેશ દેશાંતરમાં વસતા તમામ હરી ભક્તો ટંકારા પધારશે.