અમદાવાદના ધંધુકામાં કિશનભાઈ શિવાભાઈ બોળીયા નામના માલધારી યુવાનની વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. ત્યારે આ હત્યાના બનાવ મામલે ગુજરાત સહિત દેશભરમાં પડધા પડ્યા છે. જેમાં ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ ધંધુકામાં કિશનભાઈ શિવાભાઈ બોળીયા નામના માલધારી યુવાનની વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. તેના પરિવાર ને ન્યાય મળે તે માટે ટંકારા તાલુકા મામલતદાર કચેરી ખાત્તે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં ભોગ બનનાર પરીવારને તાત્કાલિક ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી ન્યાય ની માંગ કરી હતી તદ ઉપરાંત ટંકારા તાલુકામાં સમાજમાં વયમાનસય ફેલાઈ એવા તત્વો જાણી જોઈને સ્કિપટ પ્લાન બનાવી લવ જેહાદ અતિ ક્રમણ અને ધાર્મિક લાગણી દુભાય એવા કુર્તય કરી શહેરની શાંતિ અને સલામતી ડહોળાઈ એવા પયાસો કરે છે જેની સામે પ્રસાસન અને પોલીસ નાનીમોટી ધટના વખતે ગંભીર ગણી કડક પગલાં ભરે જેથી આવી ધટના બને નહી અને સ્વ.કિશનભાઈની હત્યાથી જે તથ્યો બહાર આવ્યા છે. એના મુળ સુધી પહોંચી તાત્કાલિક ન્યાય મળેની લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી. ટંકારા શહેરની દુકાનો સ્વયંભુ 11 થી 2 વાગ્યા સુધી બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો છે. અને ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો એ સ્વ.કિશનભાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરી મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.