Tuesday, September 17, 2024
HomeGujaratહળવદના કેદારીયા ગામે એક જ જ્ઞાતિના બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું

હળવદના કેદારીયા ગામે એક જ જ્ઞાતિના બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું

બન્ને જૂથ વચ્ચેની મારામારીમાં કુલ છ લોકો ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

- Advertisement -
- Advertisement -

મોરબી : હળવદના કેદારીયા ગામે એક જ જ્ઞાતિના બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. બન્ને જૂથના સભ્યો એકબીજાને ભરી પીવા હથિયારો લઈ આમને સામને આવી જતા સશસ્ત્ર મારામારી થઈ હતી.બન્ને જૂથ વચ્ચેની મારમારીમાં કુલ છ લોકો ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.

હળવદના કેદારીયા ગામે એક જ જ્ઞાતિના જુથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જુના ઝઘડાનુ મનદુઃખના કારણે ફરી આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા બન્ને જૂથના લોકો એકબીજા ઉપર હથિયારો લઈને તૂટી પડતા બન્ને પક્ષના મળીને કુલ છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર સારવારમાં ખસેડવામાં આવ્યા છે. આ ઈજાગ્રસ્તોમાં કેતન ભરતભાઈ પોરડીયા, કાંતિભાઈ પોરડીયા પ્રવીણભાઈ પોરડીયા, રમીલાબેન કાંતિભાઈ પોરડીયા, હીનાબેન રામજીભાઈ પોરડીયા, ટીનાભાઈ દેવાભાઈ પોરડીયાનો સમાવેશ થાય છે. હળવદ પોલીસે આ બનાવની નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!