છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીથી લોકો ત્રાસી ગયા હતા ત્યારે મોરબી જિલ્લાના હળવદ પંથકમાં અમુક વિસ્તારો માં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે.
જેમાં આજે સવાર થી જ મોરબી સહિત હળવદ પંથકમાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું જ્યારે હળવદમાં વાતાવરણ માં અચાનક પલટો આવી જતા ચોમાસા ની ઋતુના પ્રથમ મેઘ વરસ્યા હતા આ તકે ખેડૂતો ના ખુશી ની લહેર જોવા મળી હતી અને અસહ્ય બફારાનો સામનો કરી રહેલા લોકોને પણ ઠંડક થતા તેઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.