Saturday, March 2, 2024
HomeGujaratહળવદમાં રામાયણના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજીની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

હળવદમાં રામાયણના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજીની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

હળવદ શિશુ મંદિર ખાતે સામાજિક સદભાવના સમિતિ દ્વારા કરાયું આયોજન

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આજરોજ સામાજિક સદભાવ સમિતિ – હળવદ દ્વારા હળવદ મધ્યે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર – સંકૃતિક હોલમાં રામાયણના રચિયતા પ્રભુ તુલ્ય મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતી ની ઉજવણી નું આયોજન ભક્તિભાવ પૂર્વક કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં હળવદ નગરના સર્વે સમાજના અને સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા અને પૂજ્ય સંતો મહંતો નું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું જેમાં ધ્રાંગધ્રા થી પરમ પુજ્ય શ્રી વિવેક સાગરજી મહારાજ અને હળવદના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી દીપકદાસજી મહારાજ એ સામાજિક સમરસતા અને મહર્ષિ વાલ્મિકીજીના જીવનના મહાત્મ્ય અંગે હાજર સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

સાથે જ હિન્દૂ સમાજમાં સમાનતા થકી જ રાષ્ટ્ર મજબૂત બનશે તે વાત સૌ ને કહી હતી અને દરેક નાગરિક “મમ ભાવ,સમ ભાવ” સૂત્ર ને પોતાનો જીવન મંત્ર બનાવે તે માટે ખાસ આહવાન કર્યું હતું તેમજ હળવદના સિનિયર એડવોકેટ વી.કે.મકવાણા એ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં હળવદ ની વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાના આગેવાનો અને અગ્રગણ્ય ડોકટરશ્રીઓ – વકીલશ્રીઓ અને વેપારી આગેવાનો જોડાયા હતા અને સહ વિશેષ વાલ્મિકી સમાજ ના જ્ઞાતિ બંધુઓ જોડાયા હતા અને સામાજિક સમરસતા થકી જ રાષ્ટ્ર ની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવા શુભ આસય થી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ સામાજિક સદભાવ સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!