આંબેડકર ભવન ટંકારાથી ભારતના બંધારણ ધડવૈયાને ફુલહાર કરી વિશાળ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી. તમામ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થા સાથે જાગૃત નાગરિકો જોડાયા
ભારત રત્ન, બંધારણ ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ ટંકારા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી . ટંકારા તાલુકા પંચાયત સામે ડો.આંબેડકર ભવનથી ડો ભિમરાવ સાહેબની પ્રતિમાને ફુલ હાર કરી જય ભીમના ગગનભેદી નારા સાથે પ્રસ્થાન કરાવવામાં આવી હતી જે નિયત રૂટ મુજબ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર પસાર થઈ આંબેડકર હોલ ખાતે પૂર્ણ થઈ હતી કાર્યક્રમની રૂપરેખા મુજબ અંતિમ તબક્કામાં સમૂહ ભીમ ભોજન માણ્યા બાદ પ્રસંગનુ સમાપન કરવામાં આવ્યુ હતું.
આ તકે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરના અનુ. જાતિના ભિમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ક્રોગેસ કાર્યાલય ખાતે પણ મહામાનવ બાબા સાહેબને ફુલહાર કરી નમન કર્યુ હતું. તો આઈ શ્રી રાજબાઈ ચોક ખાતે ટંકારા તાલુકા મહોત્સવ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયાને વંદન કરી ઠંડી છાસ વિતરણ કર્યુ હતું. ટંકારા આર્ય સમાજ ત્રણ હાટડી દ્વારા ખડિયાવાસ ખાતે ઠંડાપીણાની સુંદર વ્યવસ્થા કરી હતી અને આર્યવીર દળે સમાનતા અને ન્યાયની પેરવી કરનાર ડોક્ટર સાહેબને સલામી આપી હતી. આ ઉપરાંત ઠેર ઠેર આવકાર અને ઉલ્લાસ અને ઉમંગ સાથે બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ હતી. ટંકારા પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે જવાનો ખડેપગે રહ્યા હતા.