14 એપ્રિલે સવારે 9 વાગ્યે ડો. આંબેડકર ભવન ટંકારાથી ભારતના બંધારણ ધડવૈયાને ફુલહાર કરી વિશાળ રેલી શહેરના રાજમાર્ગો ઉપર ફરશે.
ભારત રત્ન, બંધારણ ધડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ ટંકારા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. 14 એપ્રિલે સવારે 9 કલાકે ટંકારા તાલુકા પંચાયત સામે ડો.આંબેડકર ભવનથી ડો ભિમરાવ સાહેબની પ્રતિમાને ફુલ હાર કરી જય ભીમના ગગનભેદી નારા સાથે પ્રસ્થાન કરાવવામાં આવશે નિયત રૂટ મુજબ શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર પસાર થઈ ડો. આંબેડકર હોલ ખાતે પૂર્ણ થશે કાર્યક્રમની રૂપરેખા મુજબ અંતિમ તબક્કામાં સમૂહ ભીમ ભોજન માણ્યા બાદ પ્રસંગનુ સમાપન કરવામાં આવશે.
ડો. બાબાસાહેબ આંબેડકર (મૂળ નામ ભીમરાવ ) મહાન કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા દ્રષ્ટા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. અને ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા. એવા મહાન ડો. બાબાસાહેબની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી કરવા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.