આઝાદી કા અમૃત મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી થી છે ત્યારે આજે હળવદ પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હળવદ પોલીસ દ્વારા સરા ચોકડી થી સરનાકાથી શહેરના રાજમાર્ગો પર થય જુના પોલીસ ચોકી સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,
આ તિરંગા યાત્રા ડો.બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફુલહાર પહેરાવી વંદે માતરમ્,ભારત માતા કી જય નારા ગુંજી ઉઠ્યા હતા.
આ તિરંગા યાત્રા માં હળવદ ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, ચિંતન આચાર્ય.મામલતદાર હળવદ, તુષાર ઝાલરીયા ચીફ ઓફિસર,હળવદ પી આઈ કે.એમ.છાસીયા,એમ.પી.સોનારા પી એસ આઇ.સહીત પોલીસ કર્મચારીઓ તિરંગા યાત્રા માં જોડાયા હતા