Tuesday, September 17, 2024
HomeGujaratહળવદના રૂદ્ર ટાઉનશિપમાં ચુંટણી બહિષ્કાર ના બેનરો લાગ્યા:વિકાસ નહીં તો વોટ નહીં

હળવદના રૂદ્ર ટાઉનશિપમાં ચુંટણી બહિષ્કાર ના બેનરો લાગ્યા:વિકાસ નહીં તો વોટ નહીં

રૂદ્ર ટાઉનશિપ માં પ્રાથમિક પ્રશ્નોને લઈ મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા,રોડ રસ્તા પાણી,સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર,શેરી સાફ સફાઈના અભાવે બહિષ્કાર કયૉ,લેખિતમાં બાંહેધરી આપવામાં આવે તો મતદાન કરીશું: રહીશ

- Advertisement -
- Advertisement -

હળવદ વોડ પ ના રૂદ્ર ટાઉનશીપ વિસ્તારના લોકો એ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા હતારોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાની બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં આજ દીન સુધી નિકાલ કરવા આવ્યો નથી તે રૂદ્ર પાકૅ સોસાયટી ના રહીશો વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ. જો લેખિત બાહેંધરી આપવામાં આવસે તો મતદાન કરશું.

શહેરના વોર્ડ નંબર ૫ માં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે આજે સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને પ્રાથમિક સુવિધાઓની માંગ કરી હતી. જેમાં રોડ-રસ્તા, પાણી, લાઇટ સહિતની માંગણીઓ ન સ્વીકારાય તો વિધાનસભાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. વોર્ડના રહીશોએ લેખિતમાં બાહેંધરી આપ્યા બાદ જ મતદાન કરીશું અને જે પણ અમારી રુદ્ર ટાઉનશીપ સોસાયટીની સમસ્યા દૂર કરશે તેને મતદાન કરીશું તેવું રૂદ્ર ટાઉનશીપ રહીશોએ ચીમકી ઉચ્ચારતા બેનર લગાવી રાજકીય માહોલ ગરમ કરી દીધો હતો.
રૂદ્ર ટાઉનશિપ ના રહીશોએ પ્રાથમિક સુવિધા જેવી કે, રોડ-રસ્તા, પાણી, ગટરની સમસ્યા તેમજ સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધાઓને લઇને રુદ્ર ટાઉનશીપ બહાર બેનર લગાવવામાં આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કયૉ હતો, અમને લેખિતમાં બાહેંધરી આપસે તોજ મતદાન કરશું, આમ ચૂંટણી બહિષ્કારના અઠવાડિયામાં શહેરમાં બીજી વખત બેનર લાગતા ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!