Friday, January 10, 2025
HomeGujaratમૂળ ટંકારાની અને ગાંધીનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિની બંસી પનારાએ દુબઈ ખાતે...

મૂળ ટંકારાની અને ગાંધીનગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિની બંસી પનારાએ દુબઈ ખાતે યોજાયેલ ઈમ્રિસન સમર કેમ્પમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું

આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય વેપારો આયાત નિકાસ સહિતની ઝીણવટભરી માહિતી મેળવી ઉત્કૃષ્ટ પરીણામ પ્રાપ્ત કર્યું

- Advertisement -
- Advertisement -

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી નજીક આવેલ પંડિત દિનદયાળ દયાળ એનર્જી યુનિવર્સિટીમા ચોથા સેમેસ્ટર માં અભ્યાસ કરતા મુળ લખધીરગઢના યુવા ઉધોગપતિ દેવેન્દ્રભાઈ અમરશીભાઈ પનારાની પુત્રી અને બાલાજી પોલિપેકના યુવા ઉધોગપતિ જગદીશ પનારાની લાડકવાઈ ભત્રીજી બંસીબેન પનારા એ દુબઈ સંયુક્ત આરબ અમીરાત ખાતે આવેલા હેરીઓટ વોટ યુનિવર્સિટીમા યોજાયેલ એકાગ્રતા સમર કેમ્પમાં બે સપ્તાહ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી લખધીરગઢ ગામ સહિત મોરબી જીલ્લાનુ ગૌરવ વધાયુ છે.

આ પ્રોગ્રામમાં ટ્રેનિંગ દરમિયાન શૈક્ષણિક જ્ઞાન, વ્યવહારુ કૌશલ્યો જેને આપણે કોઠાસૂઝ કહી છી. (લાઈફ સ્કિલ), ડિજિટલ ટેક્નોલોજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી આધુનિક વ્યાપારી વિષયો સાથે કદમતાલ મેળવી યોગ્ય સમયે વિચારવાની ક્ષમતા વિકસાવવા માટે તૈયાર કરે છે. આ પ્રોગ્રામ બિઝનેસના મુખ્ય ક્ષેત્રો વિશે વિસ્તૃત રીતે જણાવે છે જે સફળ આધુનિક કંપનીને શરૂ કરવા તેને ચલાવવા માટે જરૂરી ફાઇનાન્સ, મેન પાવર , ઓપરેટર મેનેજમેન્ટ, માર્કેટિંગ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપાર આયાત અને નિકાસ જેવી બાબતો બંસી પનારાએ 15 દિવસ કેમ્પમાં રહી મેળવી ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યું હતું.જેને પગલે તેઓને ઠેર ઠેર થી શુભકામના નો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!