ટંકારામાં મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ઓ. આર. ભાલોડિયા મહિલા સાયન્સ કોલેજ ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે વેસ્ટ માથી બેસ્ટ, મહેંદી સ્પર્ધા, રાખડી મેકિંગ અને ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી જેમાં વુમન છાત્રાઓ ઉત્સાહ પૂર્વક જોડાઈ હતી અને અલગ અલગ રાખડી તેમજ અન્ય નાની મોટી ચીજવસ્તુઓ બનાવી હતી.
રાજકોટ મોરબી રોડ પર પોલીસ સ્ટેશન સામે આવેલી ઓરપેટ કન્યા છાત્રાલયના પટરાગંનની સાયન્સ કોલેજમાં આજ રોજ રક્ષાબંધન પર્વ અનુસંધાને રાખડી સ્પર્ધા જેમા અવનવી ડિઝાઇન અને મટિરયલની રાખડી જાતે બનાવી હતી તો મહેદી મુકવાની માસ્ટરી એ પણ મન મોહક અને આકર્ષક વેસ્ટ માથી બેસ્ટ જે નેચરલ ધર ઉપયોગી ચિજ વસ્તુ બનાવવામાં આવી હતી અને અંતમાં ક્વિઝ કોમ્પિટિશન જેમા દિમાગની ચાલાકી ઉપયોગમા લેવામાં આવી હતી.
કાર્યક્રમને અંતે સ્પર્ધામા ઉતમ કાર્ય કરનાર ચારે વિભાગ મહેદીમા કાલરીયા નેનશી વેસ્ટ માથી બેસ્ટમા કૈલા જેનસી અને અધેરા જીનકલ રાખી વિભાગમા બોડા જાનવી અને ક્વિઝમા ભાગિયા કિંજલ અવલ નબર મેળવ્યો હતો. જેને શાળાના આચાર્ય અસ્મિતા ગામી અને કોલેજના આચાર્ય અતુલ માકાસણા દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા અને નિરીક્ષકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.