ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો વારસો હવે ધીમે ધીમે ભૂંલાઈ રહ્યો છે.અને લોકોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું આકર્ષણ વધી રહ્યુ છે. લોકો લગ્ન સમારોહ દરમિયાન ગાવામાં આવતાં લગ્ન ગીત અને ફટાણાં ભૂલાતા જાય છે.ત્યારે ભારતીય સંસ્કૃતિનો વારસો જાળવી રાખવા માટે ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા લગ્ન લખવાથી દિકરી વિદાય સુઘી મા લોકમુખે ગવાતા લગ્ન ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા આજે ભારતીય સંસ્કૃતિમા જે સોળ સંસ્કાર બતાવવામાં આવ્યા છે. તે પૈકી લગ્ન સંસ્કારમા લગ્ન લખવાથી દિકરી વિદાય સુઘીમા લોકમુખે ગવાતા લગ્ન ગીત સ્પર્ધા હળવદની ડી.વી. પરખાનિ પે.સે. શાળા નં 7 ખાતે યોજવામાં આવી હતી. જેમાં 21 બાળાઓએ હોંશભેર ભાગ લીધો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમ મહિલા સંયોજક પુષ્પાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના ઘનશ્યામભાઈ દેથરિયા, પરેશભાઈ અનડકટ, નરેન્દ્રસિંહ રાણા, પ્રફુલભાઈ પાઠક તેમજ શાળાના શિક્ષકોએ હાજરી આપી બાળાઓને બિરદાવી હતી. તેમજ દરેક બાળાઓને ફુલ સ્કેપ નોટબુક અને બોલપેન ભેટ આપવામાં આવી હતી. તેમજ ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો પ્રયાસ કરતા આ કાર્યક્રમમા ભાગ લેનાર બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવતા ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા સૌ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો.