Wednesday, January 8, 2025
HomeGujaratહળવદ ઉમા કન્યા છાત્રાલય ખાતે ઉમિયા માતાજીના ભવ્ય મંદીર નિર્માણ માટે ભૂમિ...

હળવદ ઉમા કન્યા છાત્રાલય ખાતે ઉમિયા માતાજીના ભવ્ય મંદીર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યુ

ઉમા કન્યા છાત્રાલય હળવદ ખાતે પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાનુ ભવ્ય મંદિર નુ ભુમીપુજન છાત્રાલય ની દિકરીઓ દ્વારા કરવામા આવ્યું

- Advertisement -
- Advertisement -

હળવદ ઉમા કન્યા છાત્રાલય ખાતે ગુરુવાર શુભ ચોઘડિયાં ઉમા કન્યા છાત્રાલય ખાતે પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાનુ ભવ્યમંદિર નુ ભુમીપુજન કન્યા છાત્રાલયની દિકરીયોના હસ્તે કરવામા આવ્યું હતું.

હળવદ ઉમા કન્યા છાત્રાલય ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી જગત જનની માં ઉમિયાનુ મંદિરનું ભૂમિપૂજન છાત્રાલયમાં અભ્યાસ કરતી બાળાઓના શુભ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો અગ્રણીઓ,વડીલો અને યુવાનોની હાજરીમાં કરવામાં આવ્યું. કહેવત છે ને આદર્યા અધૂરા ન રહે એમાંય વળી પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાના મંદિરનું નિર્માણ થતું હોય તેની પ્રેરણા લઈને મૂળ નવા દેવળીયા વતની અને હાલ અડાલજ ,ગાંધીનગર ખાતે રહેતા સવજીભાઈ વિડજા એ 5,11.000 પાંચ લાખ અગિયાર હજાર નું આજે દાન કરેલ છે.
આ તકે હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન રણછોડભાઈ પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, ધનજીભાઈ ભોરાણીયા, નિતીનભાઇ પટેલે,વાસુભાઈ પટેલ સહિતના સમાજનાં આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!