Monday, October 7, 2024
HomeGujaratકમોસમી વરસાદથી કચ્છના અગરિયાઓને મોટું નુકસાન: અડગ ટ્રસ્ટ દ્વારા વળતરની માંગ સાથે...

કમોસમી વરસાદથી કચ્છના અગરિયાઓને મોટું નુકસાન: અડગ ટ્રસ્ટ દ્વારા વળતરની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી કચ્છના નાના રણમાં અગરમાં પાણી ભરાય જતા અગરિયાઓનું મોટું નુકસાન થયું છે આથી તાત્કાલિક વળતર ચુકવવાની માંગ સાથે અડગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

અડગ ટ્રસ્ટના પ્રમુખ ગોગજીભાઈ કુડેચાએ રજુઆતમાં જણાવ્યું કે ફચ્છના નાના વિસ્તારમાં વસવાટ કરતા અગરીયાઓ આઝાદીના ૭૫ વર્ષ વિતી ગયા છતા યતનાભર્યું જીવન જીવી રહ્યા છે.વિકાસની યોજનાઓનો પૂરતો લાભ ન મળતા તેઓ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે, તંત્રના ઓરમાયા વર્તન અને કુદરતી આફતોની થપાટે તેઓ હાલ અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહ્યા છે.

થોડા સમય પહેલા તાઉતે વાવાઝોડા જેવી કુદરતી આફતમાં કચ્છના નાના રણના તમામ અગરીયાઓને ખુબજ નુકશાન થયેલ છે તે વળતર હજુ સુધી ચુકવવામાં આવ્યું નથી ત્યાં પડવા ઉપર પાટુ સમાન કચ્છના નાના રણમાં કમોસમી વરસાદે અગરીયાઓની હાલત કફોળી કરી નાખી છે. અગરીયાને સોલાર પેનલ સહિત અન્ય સાધનોને કમોસમી વરસાદના કારણે નુકશાન થયેલ છે. હાલમાં મીઠાના અગરોમાં પાણી ભરાયેલા હોવાથી તેમની આજીવિકા ખોરવાઈ છે આથી તાત્કાલીક અસરથી તેઓની નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવામા આવે તેવી માંગ ઉઠાવી છે.

આ ઉપરાંત તેમના ઉપકરણો ઘરવખરી , ઝુંપડા કે ઉત્પાદનને થયેલ નુકશાનની તપાસ કરી અનેયોગ્ય વળતર મળે તે દિશામાં પણ પગલા લેવા જોઈએ તેમ રજુઆતના અંતમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!