ગત તા ૧૨ ના રોજ મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન ને ઉઠલાવવા માટે ટ્રેક પર ઈંટોનો જથ્થો ગોઠવી દેવામાં આવ્યો હતો પરન્તુ રેલવે પાયલટ ની સતર્કતા લીધે ઇમરજન્સી બ્રેક મારતા ટ્રેન અટકી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી જે બાબતે રેલવે અધિકારી સુરેશકુમાર દ્વારા રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.
જેમાં તપાસ દરમિયાન રેલવે પોલીસ દ્વારા વાંકાનેર ના અકબર ઉર્ફે હકો દાઉદ મોવર(રહે.વાંકાનેર) નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી અને એની પુછપરછ કરતા ચોંકાવનારો ધડાકો થયો હતો જેમાં તેને જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં સરકાર દ્વારા બુલડોઝર ચલાવવાની જે કામગીરી કરવામાં.આવી રહી છે તેનો બદલો.લેવા માટે આ કાવતરું રચ્યું હતું અને ટ્રેન ઉથલાવી દેવા માટે જ આ ઈંટોનો જથ્થો ગોઠવ્યો હતો અને આ કામ તેણે મગન લક્ષ્મણ કોળી નામના શખ્સ પાસે પૈસા દઈને કરાવ્યું હતું .
હાલમાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.