તમામ વિભાગોના કર્મચારીઓ ને સ્ટેન્ડ બાય કરી હોસ્પિટલ, રહેણાક વિજ પુરવઠો સહિતની બાબતોને આવરી લીધી
હવામાન વિભાગ દ્વારા તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. વાવાઝોડા સંદર્ભે તાલુકા કક્ષાનો ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યો છે. ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયાની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ આર હેરભા સહિતના કર્મચારીઓ વગેરેને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવા માટે જણાવ્યું છે.
ખાસ તૈયારીની વાત કરી તો પીજીવીસીએલ ની ચાર ટીમ, ફોરેસ્ટની એક ટીમ સાધનો સાથે આર એન્ડ બી ની એક ટીમ ઉપરાંત એનજીઓ સેન્ટર હોમ હોસ્પિટલમાં પુરતો દવાનો જથ્થો પુરવઠા વિભાગના કાચ્ચો જથ્થો આ ઉપરાંત પોલીસ વિભાગ, ગામના તરવૈયા સહિતની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ચૌવિસ કલાક ચાલુ છે જેનો નંબર 7802922924 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.