રાજ્યમાં હાલ બીપરજોય સાયકલોન એક્ટિવ છે જેના લીધે જનીજવન પ્રભાવિત થાય તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે જેના પગલે રાજ્ય સરકાર પણ કોઈ ચૂક કરવા માગતી નથી આ સાયકોલોન હાલ અરબી સમુદ્ર માં છે જે કચ્છ સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં ધમરોળશે અને જેના લીધે કચ્છ,દ્વારકા,મોરબી,પોરબંદર,ગીર સોમનાથ સહિતના આજુબાજુના જિલ્લાઓને અસર કરે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે જેના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી અધિકારીઓની રજાઓ પણ રદ કરી દીધી છે અને સાવચેતીના તમામ પગલાંઓ ભરવા માંડ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં પણ નવલખી પોર્ટ દરિયા કાંઠે ચાર નંબરનું સિગ્નલ લગાવી ભયસૂચક હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે જો કે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જુદા જુદાં જીલ્લામાં જુદા જુદાં મંત્રીઓને જવાબદારી સોંપી પૂરતું ધ્યાન આપવા જણાવ્યું છે અને ઘટે તે કાર્યવાહી કરવા જણાવ્યું છે જેમાં મોરબીની જવાબદારી નાણાં મંત્રી કનું દેસાઈ ને સોંપવામાં આવી છે જેઓ સચિવ મનીષા ચંદ્રા સાથે મોરબી પહોંચતની સાથે જ સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેકટર જી ટી પંડ્યા, ડીડીઓ ડી.ડી.જાડેજા અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી,પશ્ચિમ ગુજરાત વીજ કંપની ના અધિકારીઓ અને જુદા જુદા વિસ્તારના ધારાસભ્ય પાસેથી નાના માં નાની વિગતો મેળવી મોરબીના દરિયા કિનારા અને સંવેદનશીલ વિસ્તારોનો તાગ મેળવ્યો હતો જેમાં કલેકટર જી ટી પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબીમાં નવલખી પોર્ટ પાસે દરિયાઈ ખાડી વિસ્તાર છે જે દ્વારકા અને કચ્છ સાથે જોડાય છે જેમાં આ દરિયાઈ વિસ્તારની આજુબાજુ આવતા ગામોના રહેતા કુલ ૧૫૮૭ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથમાં લીધી હોવાનું જણાવ્યું હતું સાથે સાથે મોરબી જિલ્લાના આશ્રય સ્થાનો વિશે પણ માહિતી આપી હતી આ ઉપરાંત જે તે વિસ્તારના મામલતદાર અને નાયબ માલતદારોની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી અને ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે સાથે સાથે વીજળીની વાતમાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આંકડાકીય વિગતો સાથે જણાવવામાં આવ્યું હતું કે વીજતંત્ર સંપૂર્ણ પણે એક્ટિવ છે અને તમામ જગ્યાએ કંટ્રોલ રૂમ ખોલી નાખ્યા છે હાલ વીજતંત્ર પાસે 430 મેન પાવર,10,000 ટ્રાન્સફોર્મર, 1500 વીજ ખંભા છે જો કોઈ વિસ્તારમાં બિપરજોય ને લઈને નુકશાન થશે તો વીજતંત્ર તુરંત તેમાં ખડેપગે રહી કામે લાગશે ત્યારે બીજી બાજુ એનડીઆરએફ ની બે ટીમો પણ મોરબી ખાતે આવી પહોંચી છે મોરબી ખાતે મોડી રાત્રીના આવેલા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી અને સવારથી કામે લાગી જવા તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ પ્રયોજન કરી લોકોને બને એટલી ઓછી મુશ્કેલી પડે અને જાન માલનું નુકશાન ઓછું થાય તે માટે પગલાં લેવા જણાવવામાં આવ્યું છે આ સાથે જ આવતીકાલે મંત્રી કનુભાઈ દેસાઈ પણ મોરબીના જુદા જુદા તંત્ર ના અધિકારીઓ,સામજિક સંસ્થાઓ,જુદા જુદા ઉદ્યોગકાર એસોસિયેશનોના આગેવાનો સાથે મીટીંગ નું આયોજન કરી ઘટતું કરવા તેમજ લોકોને સલામત સ્થળે ખસેડવાની પૂરી કામગીરી હાથ ધરશે ઉલ્લેખનીય છે કે મોરબીમાં આજે નવલખી પોર્ટ પર ચાર નંબરનું સિગ્નલ લાગી ગયું છે પરંતુ જેમ જેમ આ વાવાઝોડું નજીક આવશે સિગ્નલ વધુ ઊંચું થતું જશે ત્યારે આજ થી જ માળીયા પ્રાંત અધિકારી હર્ષ આચાર્ય દ્વારા જૂમાવાડી થી લઇ ન્યુ નવલખી સહિતના સંવેદનશીલ વિસ્તારનાં લોકોને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.