ટંકારા તાલુકામાં અને ટંકારા શહેરના આજુબાજુ વસતા તમામ લોકો માટે ટંકારા સિવિલ હોસ્પીટલ ખાતે શનિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુદ્ધની પરિસ્થિતિમાં ઇમરજન્સી કટોકટીમાં તકેદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત બ્લડ ડોનેશન કરવા અપીલ કરાઇ છે.
ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અધીકૃત કાશ્મીર (POK) જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાની યોજના ઘડવામાં આવી હતી. તે જગ્યા પર ઓપરેશન સિંદુર હાથ ધરી સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને મોરબી જીલ્લો બોર્ડરને અડીને આવેલો હોવાથી તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને દેશના હિત માટે જવાનો અને નાગરીકો માટે તાત્કાલિક બ્લડની જરૂરીયાત પૂર્ણ થાય તે માટે ટંકારા તાલુકા હેલ્થ ઓફિસના સૌજન્યથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા. 10/05/2025 ને શનિવારના રોજ સવારે 09 થી 01 વાગ્યા સુધી ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તમામ સમાજોએ આગળ આવીને સ્વૈચ્છિક રક્તદાન કરે તેવી વીનંતી કરવામાં આવી છે.