હળવદ તાલુકાના ટીકર પાસે અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના ટીકર- માનગઢ વચ્ચે કંડ પાસે અજાણ્યા પુરુષની લાશ પડી હોવાની કોઈ શખ્સે 100 નંબર પર ફોન કરી જાણ કરતા હળવદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ બનાવને પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. ત્યારે પોલીસે લાશનો કબજો લઇ મૃતક કોણ છે અને તેણે આપઘાત કર્યો છે કે તેની કોઈએ હત્યા નીપજાવે છે અને તેની લાશ કોણ અહીં નાખી ગયું તે દિશામાં તપાસ શરુ કરી છે. તેમજ સૂત્રો પાસેથી મલારતી માહિતી અનુસાર, લાશ અહીં બે-ત્રણ દિવસથી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.