Saturday, January 4, 2025
HomeGujaratહળવદમાં યુવકની કરપીણ હત્યા:યુવકને સૂતી વેળાએ જ પતાવી દેવાયો !

હળવદમાં યુવકની કરપીણ હત્યા:યુવકને સૂતી વેળાએ જ પતાવી દેવાયો !

મોરબી જિલ્લાના હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં યુવાનની હત્યા થઇ હોવાની કમકમાટી ભરી ઘટના સામે આવી છે. જેમાં ફળિયામાં સૂતેલ યુવકની કોઈ વ્યક્તિ દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે જે મામલે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો સુખદેવ ઝીંઝુવાડીયા નામનો યુવક ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરે ફળિયામાં ખાટલા પર સૂતો હતો. તે સમયે કોઈ અજાણ્યા શખ્સે પાછળથી આવી યુવક પર બોથડ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલો એટલો દર્દનાક હતો કે, યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા જ પરિવારજનોએ 100 નંબરમાં ફોન કરી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેથી ફરિયાદ મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી પરિવારજનો તથા આસપાસનાં લોકોની પોલીસે પૂછપરછ આરંભી છે.ત્યારે હત્યા કોને કરી અને શા માટે કરી તે રહસ્ય હજુ અકબંધ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!