Saturday, January 11, 2025
HomeGujaratસાચે આટલી નિર્દયતા હોય??હળવદમાં નવા બનતા મકાનમાં કુતરીએ બચા આપતા તેને કાઢવા...

સાચે આટલી નિર્દયતા હોય??હળવદમાં નવા બનતા મકાનમાં કુતરીએ બચા આપતા તેને કાઢવા માટે છ ગલૂડિયાને મારી નાંખવાના આક્ષેપ સાથે સ્થાનિકોને હલ્લાબોલ

હળવદમાં સ્વાર્થ માટે માણસ ગમે તે કરી શકે છે અને નિર્દયતા ની તમામ હદો પાર કરી શકે છે તેવો જ એક કિસ્સો હળવદથી સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં હળવદમાં ચંદ્રપર્ક સોસાયટી માં મોડી સાંજે સ્થાનિકો એકઠા થયા હતા અને નવા બનતા મકાન ના માલિક પાસે પહોચ્યા હત જેમાં કારણ એ હતું કે ચંદ્રપાર્ક સોસાયટીમાં ચંદુ ભાઈ કરમશી ભાઈ પટેલ નુ એક ભવ્ય મકાન બની  રહ્યું છે જેની બાંધકામ ચાલુ છે તેમાં એક કૂતરી એ બચા આપતા અને તે મકાનમાં તેને સુરક્ષિત લગતા તે ત્યાં પોતાના થોડા દિવસ પેહલા જન્મેલા બચાઓ સાથે રહેતી હતી ત્યારે રહીશો પણ આ કૂતરી ને જમવાનું આપતા હતા અને ધ્યાન રાખતા હતા આજે અચાનક સ કૂતરી જમવાનું બંધ કરી દીધું હતું જેથી સ્થાનિકો માં કુતૂહલ થતાં તેઓ તે કૂતરી ના સ્થળ પર પહોચ્યા હતા જ્યાં જઈને જોતા તેના છ બચા ગાયબ હતા જેથી તુરંત આ નવા બનતા મકાન ના માલિક ચંદુભાઈ ને બોલાવી ને સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો અને કથિત રીતે ચંદુભાઈ એ સ્વીકાર્યું હતું કે તે બચાને કેનાલ માં નાખી આવ્યા છે ત્યાર બાદ અન્ય બે ત્રણ સ્થળોના નામ આપો ને લોકોને ચકરાવે ચડાવ્યા હતા જેથી હાલમાં સ્થાનિકો નો રોષ ચરમસીમા એ પહોંચી ગયો છે અને અબોલ અને નાના બચા તેમજ એક માં સાથે આવું કૃત્ય કરનાર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!