Monday, November 25, 2024
HomeGujaratMorbiGPSC ની પરીક્ષામાં અન્યાય મામલે ઉમેદવાર વિદ્યાર્થીઓનું સરકારને અલ્ટીમેટમ જાહેર જો પ્રશ્ન...

GPSC ની પરીક્ષામાં અન્યાય મામલે ઉમેદવાર વિદ્યાર્થીઓનું સરકારને અલ્ટીમેટમ જાહેર જો પ્રશ્ન હલ નહિ થાય તો સરકાર વિદ્રોહ સહન કરવાની તૈયારી રાખે ?

મોરબીમાં GPSC ની પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડત આપવા માટે રચાયેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજે મોરબી આવી અને ભાજપ સહિતના આગેવાનોને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો સોમવાર સુધીમાં ન્યાય આપવામાં નહિ આવે તો તમામ ૧૮૨ વિદ્યાર્થીઓ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ખાતે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આવી પહોંચી હતી અને વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં GPSC પરીક્ષામાં અન્યાય થયાની હોવાની રજુઆત સાથે આ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો સાથે બેઠક પણ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું અને અન્યાય દૂર કરવા સરકારને તેઓ આગામી સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપી આ પ્રશ્ન હલ કરવા ચીમકી ઉચ્ચારી છે અને જો ન્યાય નહિ મળે તો સોમવારે ૧૨૪ વિદ્યાર્થીઓ રૂબરૂ અને ૫૮ વિદ્યાર્થીઓ ઓનલાઇન મળી કુલ ૧૮૨ વિદ્યાર્થીઓ મોરબી- માળિયા વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે અને ફોર્મ પણ ભરશે અને સરકાર વિરોધી પ્રચાર કરી તેની વિરુદ્ધ મતદાન કરશે જો કે આજે આ સમિતિ આવતા મોરબી પોલીસ નો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ત્યારે આગામી સોમવારે શુ સરકાર આ અરજદાર ની માંગણીઓ સ્વીકારશે કે પછી બળવો થાય છે એ આગામી સમય બતાવશે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!