આગામી પોલીસ કોન્સ્ટેબલ અને તલાટીની ભરતીને પગલે હળવદ ખાતે તક્ષશિલા કોચિંગ સેન્ટર દ્વારા ક્લાસ ચાલુ કરવામા આવ્યા છે ત્યારે આ ક્લાસમાં GPSC પાસ કરનાર હળવદના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ ઓપન કેટેગરી અને એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને પૂરી શિષ્યવૃત્તિ મળતી હોવાથી નિ:શુલ્ક કોચિંગ આપનાર તક્ષશિલા કોચિંગ સેન્ટરની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ વિવિધ પરીક્ષામાં પાસ થવા લેમ્પનુ ઉદાહરણ સમજાવી સાતત્યનું મહત્વ સમજાવ્યું હતું. સાથે લાખો ફાર્મની આપણે એક જ જગ્યા જોઈએ તેવું ઉદાહરણ આપી વિધાર્થીઓમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર કર્યો હતો.
આ તકે નગર પાલિકાના એકાઉન્ટ ઓફિસર સંજય મર્યા, સંસ્થાના એમ.ડી. ડો. મહેશ પટેલ, કોચિંગ પ્રોજેકટ હેડ રોહિત સિણોજીયા અને જલ્પેશ સોલગામાના હસ્તે અગાઉની તલાટીના પેપરની ટેસ્ટમાં રેન્ક મેળવનાર ગઢવી આરતી, જોષી નિકિતા,ચાવડા વિશાલ, અનડકટ રુપેન અને ગઢવી જલ્પાને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.