ટંકારામાં એક યુવતીને વસીમ ખલીફા નામનો વિધર્મી યુવક ભગાડી જતાં લવ જેહાદ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ સાથે આજે ટંકારા પોલીસને આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં હવે આગામી સમયમાં સંભવિત બનાવ બનતા અટકે તે માટે ટંકારા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આવતીકાલે તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ સજજડ બંધ નુ એલાન આપવામાં આવ્યું છે અને રેલી યોજીને મામલતદારને ને આવેદન પત્ર પાઠવવામાં આવશે.
ટંકારા સમસ્ત હિન્દુ સમાજની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ માટે આગોતરા આયોજન અને ટંકારા ટાઉનમાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે આવતી કાલે ૧૮ સપ્ટેમ્બર ને સોમવારે સવારે ૧૦ વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈ રેલી યોજી મામલતદાર ટંકારા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે.જેની સૌ હિન્દુ સમાજ રાજકીય અગ્રણી સામાજિક કાર્યકરો અને તાલુકા વાસી નોધ લે તેવું જણાવાયું છે.તેમજ આ બંધના એલાનમાં વેપારી મિત્રો સ્વયંભૂ સવારથી બપોર સુધી બંધ પાળશે અને રેલીમાં જોડાશે.અને આ રેલીમાં જોડાવા આવતા લોકોએ ટંકારામાં દયાનંદ સરસ્વતી ચોક ખાતે આર્ય સમાજ ખાતે પાર્ક કરવી એવું પણ યાદીમાં જણાવાયું છે.