ગુજરાત સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વાંજા વિસ્તારના ૭૬ રહીશોને અગમચેતીના ભાગરૂપે હડમતિયાની શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળા અને શ્રી હડમતિયા કુમાર પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ હતા.
ગુજરાત સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર પામેલા વિચરતી વિમુક્ત જાતિઓના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમ(કેશ ડોલ્સ)ની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્ભવતા મહેસુલ વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન સ્થળાંતર કરવામાં આવેલ હોય તેવા પુખ્ત વયની વ્યક્તિને ૧૦૦ રૂપિયા અને બાળકદીઠ રૂપિયા ૬૦ પ્રતિદિન મળીને કુલ દિવસ ૨ ના ₹૧૨૫૬૦ હડમતિયા ગામના પંચ તેમજ ગામના તલાટી મંત્રી મનિષાબેન ગજેરા અને શિક્ષકોની હાજરીમાં ચૂકવવામાં આવ્યા હતા.