Monday, November 18, 2024
HomeGujaratહળવદનાં નવા ઇસનપુર ગામ પાસે કોઝેવેમાં વરસાદી પાણી ભરાયા :વાહન ચાલકો ફસાયા

હળવદનાં નવા ઇસનપુર ગામ પાસે કોઝેવેમાં વરસાદી પાણી ભરાયા :વાહન ચાલકો ફસાયા

ગુજરાતમાં મોઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ચુક્યો છે. જેના પગલે ઠેર-ઠેર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હળવદમાં પણ ગઈકાલે વરસાદ વરસવા પામ્યો હતો. જેના કારણે હળવદ તાલુકાના નવા ઇસનપુર પાસે આવેલ કોઝેવેમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તેમજ ગ્રામજનોએ વાહન ચાલકોને પડતી હાલાકીને લઈ કોઝવે બનાવવા માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના નવા ઇસનપુર પાસે આવેલ કોઝેવેનો સામાન્ય વરસાદમાં જ પાણીમાં ગરકાવ થયો હતો. જેના પગલે કેડ સમાણા પાણીમાંથી વાહન ચાલકોને જીવના જોખમે રસ્તો ગોળગવો પડે છે. તેમજ ઇસનપુર પાસે હોસ્પિટલ ન હોવાથી સ્થાનિકોને કોઝવે પરથી પસાર થઈને હોસ્પિટલે જવું પડે છે. તેમજ ચોમાસા દરમિયાન કોઝેવેમાં પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે. અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવવા ગ્રામજનો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માગણી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!