Friday, January 10, 2025
HomeGujaratહળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા દેશના વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી તથા દિવ્યાંગ...

હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા દેશના વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી તથા દિવ્યાંગ સ્કીલ ડેવલોમેન્ટ સેન્ટર પ્રારંભ

સમાજ શ્રેષ્ઠીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

આપણા ગુજરાતના પનોતા પુત્ર,દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન્મદિવસની હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવ્યાંગજનોને આત્મતનિર્ભર થવા માટે કટિબદ્ધ થયા છે ત્યારે તેમના પૂરક બનવા હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં નવજીવન દિવ્યાંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સાથે સાથે હળવદ તાલુકાના સમાજશ્રેષ્ઠિઓનુ સન્માન સમારંભ અને ગુજરાત ના પનોતપુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, એપીએમસીના ચેરમેન રજનીભાઈ સંઘાણી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, સેન્ટરના ઉદ્ઘાટક અને દાતા ઈશ્વરભાઈ મગનભાઈ પટેલ, રાજુભાઈ પ્રેમજીભાઈ પટેલ, હીરાભાઈ મીર, બીપીનભાઈ દવે, મનસુખભાઈ પટેલ.ગોપાલભાઈ ઠક્કર, સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવજીવન વિકલાંગ સેવાશ્રય ના જીતુભાઈ, વિજયભાઈ, તપનભાઈ દવે અને ગજેન્દ્રભાઈ મોરડીયા તથા સ્ટાફે ભારે જેહમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!