લમ્પી વાયરસ એક એવો રોગ છે જે ગૌવંશ જ મોટાભાગે તેનાથી સંક્રમિત થાય છે અને આ રોગ માં ગૌવંશ ને અતિશય તાવ આવે છે.
આખા શરીર માં ચાંભા પડી જાય છે અને સમયસર સારવાર ન મળે તો મોત ને ભેટે છે ત્યારે હળવદ ના સેવાભાવી યુવાનો દ્વારા ગૌમાતા ને લમ્પી વાયરસ સામે રક્ષણ અને રાહત આપતા આયુર્વેદિક ઔસધી થી બનેલ લાડવા ખવડાવી અને પશુ ડોકટર ને સાથે રાખી સારવાર કરવામાં આવી રહી ત્યારે આ સેવા યજ્ઞ માં તમામ લોકો જોડાઇ અને આપડે ગૌમાતા ની સેવા કરી માનવ તરીકે ની ફરજ નિભાવીએ એવી આ સેવાભાવી યુવાનોએ લોકોને અપીલ કરી હતી.