Tuesday, August 26, 2025
HomeGujaratઢોલક વગાડીને બાળકો રમે છે આ ઢોલક બનાવવા આ પરિવારના બાળકો નાનપણથી...

ઢોલક વગાડીને બાળકો રમે છે આ ઢોલક બનાવવા આ પરિવારના બાળકો નાનપણથી જ કામે લાગે છે:ઢોલક નો વ્યવસાય કરતાં પરિવાર સાથે ખાસ મુલાકાત

લોકમેળાઓ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત પ્રતિબિંબ હોય છે, જે લોકોને મનોરંજન, ખરીદી અને સાંસ્કૃતિક અનુભવોની સાથે રોજગારીની તકો પણ પૂરી પાડે છે.ત્યારે મોરબીમાં વસવાટ કરતો 40 જેટલા લોકોના એક કબીલા માટે પણ મેળો દર વર્ષે વરદાન સ્વરુપ સાબિત થાય છે.આ કબીલાના લોકો ઢોલકના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને વર્ષોથી ઢોલ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં કંડલા રોડ ઉપર રાજસ્થાનના જયપુરનો 40 જેટલા લોકોનો કબિલો બાપ દાદા વખતથી ઢોલકના વ્યવસાય સાથે સંકળાયેલ છે.ઢોલક બનાવવાની હસ્તકલા થકી અનેક પેઢી પોતાનુ જીવન નિર્વાહ કરે છે.કબિલાના વયોવૃદ્ધ કૌસમઅલી સાથે વાત કરતા જણાવ્યું હતું કે નાનપણથી પેઢીની પંરમપરામાં અમારા બાળકો પાંરગત થાય છે. અગાઉ કલાપ્રેમી માટે લાકડાની ઢોલક અને સાંજ તૈયાર કરતા પરંતુ સમયની સાથે તાલ મિલાવતા પુઠા અને લેધર થકી સસ્તી રમકડાની ઢોલક જાતે બનાવી મેળાઓ શહેરની ગલીઓ મહોલ્લા માં વેચવાનો અમારો નિત્યક્રમ બની ગયો છે. બિજા પરીવારના મોભી જમાલભા કહે છે કે માનવ મહેરામણ મેળામાં મોજથી આવે છે અને અમે તો ગુજરાતના લગભગ બધા મેળાઓ જેમાં કાલાવડ રાજકોટ મોરબી જડેશ્વર રણુજા તરણેતર માતાનામઢ સાતમ આઠમ ગામડાની સ્થાનિક બજારો ધુમી છેક દિવાળી સુધી અહીથી ત્યાં ધુમતા રહી છી જેમાથી અમારે દાળ રોડી ના થઈ જાય છે અને બચ્ચા માટે મજો મજો કરાવી અમે ખુશ રહી છી.

અન્ય ઢોલક બનાવનાર સુલતાનભાઈ અને અલિખાને જણાવ્યું હતું કે, સગવડ અગવડ ને સમજવા માટે ક્યારેય સમય મળ્યો નથી. જ્યા રોકાણ કર્યું ત્યાજ મહેલ ઉપર આકાશ નિચે ધરતી પિવા પાણી ને રાંધવા લાકડા આથી વિશેષ અપેક્ષાથી કાયમ દુખ રહે માટે અમારે જીવનમાં જલસા કરી રોજીરોટી માટે રખડપાટ કરી છી. અન્ય પરીવારના વિજયભાઈ એ જણાવ્યું હતું કે, મેળામાં રમકડાંના ઢોલક અમારા માટે આજીવિકાનું આયામ છે. બધા રમકડાંમાં ઢોલક એ એક એવી વસ્તુ છે, જે બાળપણની યાદોને તાજી કરે છે. ઢોલક બનાવવાની કળા ભારતની પ્રાચીન હસ્તકળાઓમાંની એક છે, અને આ કામગીરીમાં રોકાયેલા અનેક પરિવારો દેશભરમાં જોવા મળે છે આ પરિવારો પેઢીઓથી આ પરંપરાગત કારીગરીને જીવંત રાખે છે, જેમાં ઢોલક બનાવવી અને વેચવાનો વ્યવસાય અમારી આજીવિકાનો મુખ્ય આયામ છે ઢોલક બનાવવાની કળા પેઢી દર પેઢી ચાલી આવે છે. અમારા બાળકો નાનપણથી જ આ કળા શીખે છે. લાકડું, ચામડું, દોરડાં અને પેઇન્ટ જેવી ચુનિંદા સામગ્રીનો ઉપયોગ કરી છીએ

ઢોલક બનાવતા આ પરિવારો કહે છે કે ખાસ કરીને લોક મેળા, નવરાત્રી, ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન ઢોલકની માંગ વધે છે. આ પરિવારોને આધુનિક સમયમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમ કે ઓનલાઈન બજારમાં સસ્તા વિકલ્પોની હરીફાઈ અને ગ્રાહકો દ્વારા સોદાબાજી. કૌસમઅલી કહું કે આ વ્યવસાયમાં નફો ઓછો થઈ રહ્યો છે, અને તેમને યોગ્ય વળતર મળતું નથી. ઢોલક બનાવવા માટે વસ્તુનો ખર્ચ વધી ગયો છે અને વેચાણ કિમત વર્ષોથી એજ છે. ખરેખર ઢોલક બનાવવામાં લાકડાનો કોઠો, ભેંસ કે બકરાનું ચામડું, અને સૂતરની દોરીઓનો ઉપયોગ થાય છે. નર અને માદા બાજુની પડીઓ જુદા જુદા ચામડાથી બનાવવામાં આવે છે, જેમાં નર બાજુ માટે ભેંસનું ચામડું અને માદા બાજુ માટે બકરાનું પાતળું ચામડું વપરાય છે. પરંતુ હાલે છોકરાને ખુશ કરવા માટે કામચલાઉ ઢોલકની ડિમાન્ડ થતા પુઠા અને રેકજીન થકી રૂપિયા 100 થી 400 સુધીના ઢોલક વેચાઈ છે. જ્યારે લાકડાના ઢોલક એક હજારથી શરૂ થાય છે. છતાં પણ અમારા માટે તો આજ જીદગીનું પરમ સત્ય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!