આજે રવિવારની વહેલી સવારથી ટંકારા શહેર અને તેની આજુબાજુના ગામોમાં મેઘરાજાએ મેઘાવી માહોલ સર્જ્યો હતો.જેમાં ટંકારા તાલુકા મામલતદાર કચેરી ખાતે નોંધાયેલા આંકડા અનુસાર વહેલી સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં 27 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક અને ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.આ વરસાદે ખેતરોમાં ખેતીની મોસમને વેગ આપ્યો છે.ટંકારા અને નજીકના ગામોમાં મધ્યમ વરસાદે ખેતરોને ભીંજવી દીધા, જેનાથી કપાસ, મગફળી અને અન્ય પાકોને અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે