Sunday, December 22, 2024
HomeGujaratGandhinagarCM વિજય રૂપાણી આજે નવી ફાયર સર્વિસની મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા...

CM વિજય રૂપાણી આજે નવી ફાયર સર્વિસની મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા : અવરનવાર બનતી ઘટનાઓની ગંભીરતા પૂર્વક નોંધ લઈ નવી ફાયર સર્વિસની કરી શકે છે જાહેરાત

આજે સાંજે એટલે 13 ડિસેમ્બરના રોજ, ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે એક પત્રકાર પરિષદ બોલાવી છે જેમા તેઓ એક મહત્વની જાહેરાત કરી શકે છે. આ પરિષદમાં સીએમ વિજયભાઇ રુપાણી નવી ફાયર સર્વિસ અંગે જાહેરાત કરી શકે છે. ત્વરિત નિર્ણયો માટે જાણીતા સીએમ રુપાણી, આગને કારણે ગુજરાતમા અત્યાર સુધીમાં જે અનિન્છનીય ઘટનાઓ બની તેનું પુનરાવર્તન અટકે તે માટે નવી ફાયર સર્વિસનું આજે એલાન કરી શકે છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાતમાં નવા ફાયર ઇન્સ્ટીટયુટ સ્થપાઈ શકે છે. સુરત તક્ષશિલા આગકાંડની ઘટનાને બે વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. જ્યારે અમદાવાદની શ્રેય હોસ્પિટલ હોસ્પિટલની ઘટના પણ હજુ તાજી છે અને રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીના બનાવની તો તપાસ હજુ ચાલુ છે. ગત શુક્રવારે જ આ આગ કેવી રીતે લાગી તેનો પ્રાથમિક તારણ રિપોર્ટ – એફએસએલના રિપોર્ટ સાથે એસીએસ એ. કે. રાકેશે જીએડીને સોંપ્યો છે. આજ રિપોર્ટના આધારે આગળ જસ્ટીસ મહેતા પંચ આ બનાવની ન્યાયિક તપાસ કરવાના છે ત્યારે સીએમ રુપાણીની આજની જાહેરાત ઘણી મહત્વની બની રહે છે.

સીએમના હોમ ટાઉન રાજકોટની વાત કરીયે તો, ઉદય શિવાનંદ હોસ્પિટલમા લાગેલ આગજનીના બનાવમાં કુલ પાંચ જેટલા દર્દીઓના મૃત્યું નિપજયા હતા. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગ્યાનુ પ્રાથમિક તારણ રજૂ કરાયુ હતું પરંતુ એસીએસ એ.કે. રાકેશે સોંપેલા તપાસ રિપોર્ટમા આગ શોર્ટ સર્કીટથી નહી પરંતુ ૨૪ કલાક સતત ચાલુ રહેતા મેડીકલ ઇકવિપમેન્ટ મા ઓવર બર્ડનને કારણે આગ લાગ્યાનું કારણ રજૂ કરાયુ છે. જોકે, કયા સાધનથી આગ લાગી તે વિશે તેઓ સ્પષ્ટતા કરી શકયા નથી.

આ તમામ કરુણ ઘટનાઓ બાદ, હવે આજે સીએમ રુપાણી ફાયર સર્વિસને લઇને કંઇ મહત્વની જાહેરાત કરશે તેના પર સૌની નજર રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!