ચણાંની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાયા બાદ આજે મોરબી જિલ્લાના ખરીદ સેન્ટરોમાં ખાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે.
મોરબી, ટંકારા અને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજકોમાસોલ દ્વારા ચણા અને તુવેરને ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં ચણાના ટેકાના ભાવ 1046 ૨૦ કીલો નો ભાવ પડયા હતા આ તકે હળવદમાં ૩૭૦૦ જેટલા ખેડૂતે વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જ્યારે તુવેર માટે ૧૧૫ખેડૂતોએ ૧૨૬૦ ના ભાવે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ
હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રસિકભાઈ વરમોરા અને સંઘના મેનેજર દર્શન પટેલ ગુજકો માર્શલના પ્રતિનિધિ સુરેશ ઝીંઝુવાડિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા અને તુવેરની ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો.