ટંકારા ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર અને સાથે આવેલ વાલી માટે તાલુકા ઉત્સવ સમિતિ દ્વારા રહેવા જમવાની તથા કેન્દ્ર સુધી પહોચતા કરવાની સુંદર વ્યવસ્થા કરી હતી તો તાલુકાના અધિકારી અને કર્મચારીઓ પણ છેલ્લી મિનિટ સુધી મદદરૂપ થયા હતા.
ટંકારા તાલુકા ઉત્સવ સમિતિ દ્વારા પરીક્ષાથી સહાયતા કેન્દ્ર થકી ભાવી સરકારી સેવાના સહભાગી માટે સહિયારો સથવારો ના સુત્ર હેઠળ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારોને આશ્રય સ્થાન અને ભરપેટ ભોજન કરાવી કેન્દ્ર સુધી પહોચતા કર્યા હતા. કચ્છ ભુજ સોમનાથ સહિતના જીલ્લાના અનેક ઉમેદવારો રાત્રે કેન્દ્ર ખાતે પહોચી ગયા હતા અને અહી રોકાણ કર્યું હતું આ માટે આખી રાત ટંકારા સામાજીક કાર્યકરો ટિમ દોડતી રહી ભાવિંન સેજપાલ મુન્નાભાઈ આશર, મિતેષ મહેતા, જયદીપ જાની, હસમુખભાઈ દુબરીયા રાજ પંડયા, હેમંતભાઈ ચાવડા, અલ્પેશ ઝાપડા, રશિક દુબરીયા, મહેશભાઈ ઝાપડા જયેશ ભટાસણા સહિતના જોડાયા હતા.
આ ઉપરાંત સવારે આવતા ઉમેદવારો માટે કેન્દ્ર સુધી મુકવા માટે પણ ખાસ વ્યવસ્થા કરી હતી તો ડોક્યુમેન્ટ કે કોલ લેટર ભુલી ગયેલા ઉમેદવારોને રાજ કોમ્પ્યુટર બાબુલાલે વિના મૂલ્યે સેવા આપી હતી ઉતારા માટે ભાઈઓને મચ્છોમાં મંદિર તથા બહેનો માટે એમ પી દોશી વિર્ધાલય ખાતે વ્યવસ્થા ગોઠવી હતી સર્વ જ્ઞાતિના ઉમેદવારને સેવા આપી રહેલ ટંકારા તાલુકા વાસીનો ઉમેદવારોએ આભાર માન્યો હતો.
બિજી તરફ ટંકારા મામલતદારશ્રી કેતન સખિયા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ આર હેરભા સહિતના વહીવટી તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને છેલ્લી મિનિટ સુધી મોડા પહોંચેલા પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોચતા કર્યા હતા. આ સાથે અનેક સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો પણ સેવાના યજ્ઞમાં જોડાયા હતા.