Friday, January 10, 2025
HomeGujaratહળવદ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.ની ખોટી રીતે બદલી કરાઈ હોવાના આક્ષેપ સાથે...

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.ની ખોટી રીતે બદલી કરાઈ હોવાના આક્ષેપ સાથે મામલતદારને પાઠવાયું આવેદન

હળવદ તાલુકા મથકમાં ફરજ બજાવતા પી.આઇ.ની ભાજપના આગેવાને સાથીદારો સાથે મળી ગાંધીનગરમાં ગૃહ મંત્રી પાસે તદન ખોટી રજૂઆત કરી રાજકીય કિન્નાખોરીથી બદલી કરાવી હોય જેને લઈ પી.આઈની બદલી રોકવાની માંગ સાથે સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયુ છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા હળવદ મામલતદારને પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકીય આગેવાને સાથીદારો સાથે મળીને ગૃહ મંત્રીને ખોટી રજૂઆતો કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ. કે.એમ. છાસિયાની બદલી કરાવી છે. જેનું મુખ્ય કારણ ગત તા.૦૩/૦૯/૨૦૨૩ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગાર રમતા 10 લોકોને પોલીસે પકડી પાડ્યા હતાં જેમાં એક વ્યક્તિ સતા પક્ષના આગેવાનનો ભત્રીજો હોય તેને બચાવવા માટે પી.આઇ. કે.એમ.છાસિયાને ભલામણ કરવામાં આવી હતી. પરંતુ પ્રમાણિક પી.આઇ તાબામાં નહિ આવતા ગાંધીનગર ગૃહ મંત્રીને ખોટી રજૂઆત કરીને તાત્કાલીક બદલી કરાવી છે. જેને કારણે હળવદ તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિના લોકોને ઠેસ પહોચી છે. તેમજ તાલુકાનાં લોકો પણ નારાજ થયેલ છે. તેથી બદલી તાત્કાલિક રોકી દેવામાં આવે, નહિ તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ સમસ્ત અનુસૂચિત સમાજના લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!