Thursday, April 25, 2024
HomeGujaratMorbiમોરબીમાં કોરોનાનો ભરડો : એક પીઆઈ અને ત્રણ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત :...

મોરબીમાં કોરોનાનો ભરડો : એક પીઆઈ અને ત્રણ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત : એક ડોક્ટરનું મોત

મોરબીમાં કોરોના દ્વારા પોલીસકર્મીઓને ભરડો : એક પછી એક પોલીસકર્મીઓ અને અધિકારીઓ થઈ રહ્યા છે સંક્રમિત : પરિવાર છોડી પ્રજાની સેવા કરવા આવતા પોલીસકર્મી અને પોલીસ અધિકારીઓને પ્રજા સાથ આપે એ અત્યંત જરૂરી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં કોરોના પોઝિટિવની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેમાં આજદીન સુધીમાં કુલ ૪૮૦૦૦ સેમ્પલ લેવાયા છે જેમાં ૧૪૬૪ કેસ પોઝિટિવ આવેલા જે જે પૈકીના ૧૧૨૯ કેસ રિકવર થઈ ચૂક્યા છે જ્યારે ૨૬૨ કેસ હાલ એક્ટિવ છે તો બીજી બાજુ ૪૧ બીમાર વ્યક્તિઓને કોરોના થતાં મોત થયા છે જ્યારે ૧૬ ના ફક્ત કોરોનાના લીધે જ મોત થયા છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા આ જ આંકડાઓને હાલ ગણવામાં આવે છે જો કે આમાં ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓ નો ઉલ્લેખ થતો નથી જેના લીધે આંકડાઓ રહી પણ જાય છે જેના લીધે કોરોનાના આંકડાઓ ઓછા બતાવી રહ્યા છે

મોરબીમાં પ્રજાની સાથે સાથે પ્રજાના રક્ષક પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે જેમાં મોરબીના વધુ એક પીઆઈ અને ત્રણ પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જેમાં એ ડીવીઝન પીઆઈ બી જી સરવૈયા કોરોનાથી સંક્રમિત થયા છે તો મોરબી બી ડીવીઝન પોલીસમથકમાં ફરજ બજાવતા કીર્તિરાજસિંહ બહાદુરસિંહ જાડેજા ,એ ડિવિઝન માં ફરજ બજાવતાં હમીરભાઈ ગોહિલ અને હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વીનેશ ખરાડીને કોરોના પોઝિટિવ આવ્યો છે તો બીજી બાજુ માળીયા મિયાણામાં ફરજ બજાવતાં જ્યપાલસિંહ ઝાલા સહિતના બે પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે લોકોના સંપર્કમાં સૌથી વધુ પોલીસ આવે છે જેના લીધે સૌથી વધુ સંક્રમણ પણ પોલીસમાં ફેલાય છે ત્યારે કોરોના હવે કોરોના વોરિયર્સ પર હાવી થઈ ચૂક્યો છે જે લોકોના જાન માલનું રક્ષણ કરે ત એટલું જ નહીં થોડા દિવસ પેલા લાલપર પીએચસી સેન્ટરના ડોકટર જગદીશ કેલાને કોરોના પોઝિટિવ આવતા વોક હાર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં ત્યારે કોરોના વોરિયર્સ કોરોના સામે બાથ ભીડી રહ્યા છે તો પ્રજાએ પણ આ કોરોના વોરિયર્સને સાથ આપવો જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ અને પોલીસને સાથ આપી નૈતિક ફરજ નિભાવવી જોઈએ જે સમાજ માટે પણ અત્યંત જરૂરી અને હીતાવહ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!