Wednesday, November 20, 2024
HomeGujaratરાજયમાં IPS અધિકારીઓની થોક બંધ બદલીઓની ગણતરીના દિવસો બાકી : મોરબી થી...

રાજયમાં IPS અધિકારીઓની થોક બંધ બદલીઓની ગણતરીના દિવસો બાકી : મોરબી થી લઇ તમામ જીલ્લાઓમાં લોબિંગ ની ચર્ચાઓ શરૂ

રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા આઈએએસની એક સાથે સૌથી વધુ મોટો લીથો બહાર પાડ્યો હતો જેમાં મોટા ભાગના જિલ્લાના કલેકટર,સચિવ,નાયબ સચિવ અને ડીડીઓ તેમજ અન્ય ડાયરેકટર નો સમાવેશ થયો હતો જે બાદ હવે આઇપીએસ ની બદલીઓ પણ થોડા દિવસમાં થાય તેવા પડઘમ વાગી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા આગામી સપ્તાહ માં લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી અને એક સાથે થોકબંધ આઇપીએસ ની બદલીઓ થાય તેવા સંકેતો આધારભૂત સૂત્રો માંથી મળી રહ્યા છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ,ગૃહમંત્રી અને કેન્દ્ર કક્ષાએથી પણ આઇપીએસ ની બદલી માટેની લીલી ઝંડી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આગામી 30 એપ્રિલ 2023 નાં રોજ અમદાવાદ નાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વયમર્યાદા નાં લીધે નિવૃત્ત થઈ રહ્યા છે જેના ભાગ રૂપે એક સાથે રાજ્યના અનેક આઇપીએસ ની બદલીઓ થાય તેવા સંકેતો આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.લોકસભાની ચૂંટણીઓ આગામી સમયમાં આવનાર છે જેના ભાગ રૂપે રાજ્યમાં કાયદો વ્યવસ્થાના ભાગરૂપે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફરજ બજાવતા પોલીસ કમિશનર,એડ. ડીજી,ડીઆઈજી,આઇજીપી, એસપી,ડીસીપી સહિતના 60 થી વધુ આઇપીએસ અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવનાર છે એટલું જ નહિ આ બદલીઓ આજદિન સુધીમાં સૌથી વધુ એક સાથે થનાર બદલીઓમાંની એક હોય તો પણ નવાઈ નહિ કેમ કે એક સાથે જો 60 થી વધુ આઇપીએસ ની બદલીઓ કરવામાં આવશે તો સૌથી મોટી બ્દકીઓમાનાનું આં લીસ્ટ હશે તેમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી.

સંભવિત ક્યાં ક્યાં એસપી બદલાઈ શકે છે ?
રાજ્યમાં આઇપીએસ બદલીઓ થવાની વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી આવે છે ત્યારે હવે આગામી સપ્તાહ માં એ ચર્ચાઓ પર લગભગ પૂર્ણ વિરામ મુકાઈ જશે હાલ રાજ્ય સરકાર નાં લિસ્ટમાં લાંબા સમયથી એક સ્થળ પર ફરજ બજાવતા આઇપીએસ અને જેનો કાર્યકાળ પૂર્ણ થતો હોય તેવા આઇપીએસ નો સમાવેશ કરવામાં આવ્યો છે જેની સાથે જ આઇપીએસ લોબી પણ સક્રીય થઈ અને પોતાના મનગમતા પોસ્ટીગ મેળવવા લોબિંગ કરવા માંડ્યા છે.

મોરબીના નવા એસપી તરીકે હાલ વડોદરા એસઆરપી જૂથમાં એસપી તરીકે ફરજ બજાવતા હરપાલ સિંહ જાડેજા સંભવિત નામ ની ચર્ચા

મોરબીના એસપી તરીકે હાલ રાહુલ ત્રિપાઠી છે જે 13 માસથી ફરજ બજાવી રહ્યા છે જો તેને બદલવામાં આવે તો તેની જગ્યાએ એક નામની લોક ચર્ચા પણ જોરશોરથી ચાલી છે જેમાં વડોદરા એસ.આર.પી. ગ્રુપ-૧ નાં એસપી તરીકે ફરજ બજાવતાં હરપાલસિંહ મનહરસિંહ જાડેજા ની લોકચર્ચા ચાલી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં એસપી તરીકે હાલ વર્ષ ૨૦૧૩ ની બેચના આઈપીએસ રાહુલ ત્રિપાઠી છે જેઓને ગીર સોમનાથ થી મોરબી ખાતે ૧૩ મહિના જેટલો સમય થયો છે જેમા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબીવાસીઓમાં સારી છબી ધરાવી ચૂક્યા છે જો કે  આં જ રીતે અમદાવાદ, સુરેન્દ્રનગર,કચ્છ પૂર્વ ,જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય અને જામનગર નાં એસપી ની બદલીઓ પણ થશે કે કેમ એ આગામી સમય બતાવશે આ બદલીઓમાં રાજકીય આર્થિક સામાજીક રીતે તમામ પ્રકારના દાવપેચ અજમાવવવાથી અધિકારીઓ પાછળ રહ્યાં ન હોવાની પણ લોકમુખે ચર્ચાઓ જાગી છે.

જો સંભવિત આઇપીએસની બદલીઓની વાત કરીએ તો જૂનાગઢ,ગીર સોમનાથ,પોરબંદર ,દ્વારકા ,બોટાદ, સુરેન્દ્રનગર,કચ્છ પૂર્વ ,મોરબી,રાજકોટ,બોટાદ, અમદાવાદ,ગાંધીનગર,મહેસાણા, સુરત,વલસાડ,નવસારી જિલ્લાના એસપી અને સીઆડી ક્રાઈમ એન્ડ રેલ્વે,સીઆઇડી ક્રાઇમ, એસઆરપી જૂથ,આઇબી માં ફરજ બજાવતાં એસપી કક્ષાના આઇપીએસ નાં નામો સંભવિત યાદીમાં હોય શકે છે તો બીજી બાજુ અમદાવાદ કમિશ્નર નિવૃત્ત થતા એ જગ્યા પણ ખાલી થાય છે જેના ભાગ રૂપે સુરત કમિશ્નર,રાજકોટ કમિશ્નર,બરોડા કમિશ્નર માં પણ ફેરફાર જોવા મળે છે સાથે સાથે સાઈડ પોસ્ટમાં રહેલા સિનિયર આઇપીએસ અધિકારીઓને પણ ચાન્સ મળી શકે છે આ ઉપરાંત રાજ્યના રેન્જ આઇજી તેમજ ડીસીપી ને પણ જીલ્લામાં જવાબદારી સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. ઉલ્લેનીય છે કે લોકસભાની ચૂંટણી આગામી સમયમાં નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા કાયદો વ્યવસ્થામાં કોઈ કચાશ છોડવા માંગતી નથી આં માટે રાજકીય વર્ગ પણ એક્ટિવ થઈ પોતાના લાગતા વળગતા અધિકારીઓ ને લાવવા મથામણ કરતા હોવાની ચર્ચા પણ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓના રેકર્ડ,ક્રાઈમ મેરિટને ધ્યાન માં રાખી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

સંભવિત ક્યાં ક્યાં આઇપીએસ ને જવાબદારીઓ મળી શકે છે.?
સરકાર દ્વારા સારા અને યોગ્ય આઇપીએસ ને સાઈડ પોસ્ટિગ માંથી જીલ્લામાં પોસ્ટીગ આપે તેવી શક્યતા સેવાઈ રહી છે.જેમાં ડૉ.કરણરાજ વાઘેલા,વિરેન્દ્રસિંહ યાદવ,રાજેન્દ્રસિંહ ચુડાસમા,હરપાલસિંહ જાડેજા,સુબોધ ઓડેદરા સહિતના 10 થી વધુ એસપી કક્ષા નાં અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપી શકે છે.

ઉલ્લેખ નીય છે કે સરકાર આઇપીએસ ની બદલીઓ ખુબ સમજી વિચારીને કરવા માગે છે આથી કાયદો અને વ્યવસ્થા ની સ્થતિમાં કોઈ કચાશ છોડવા માંગતી નથી ત્યારે આગામી સમયમાં સતાવાર બદલીઓના પરિણામો આવતા સપ્તાહમાં જ જોવા મળે તો નવાઈની વાત નથી પરંતુ ક્યાંકને ક્યાંક સરકાર દ્વારા નાના માં નાની વાતો અને ગ્રાઉન્ડ પરની હકીકતો ચકાસવાની કામગીરી કર્યા બાદ બદલીઓ કરવામાં આવશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!