મોરબી તાલુકા પોલીસ દ્વારા સામાન્ય નાગરિકો ની ફરિયાદ નથી લેવાતી અને હપ્તા લેવામાં મસ્ત હોવાની ચર્ચા : ભાવ પત્રક સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત થવાના સંકેતો
રાજ્યના વડા વિકાસ સહાય અને રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા દેશી વિદેશી દારૂ ના દૂષણ ડામવા માટે અવાર નવાર સૂચનાઓ આપવામાં આવે છે જેના ભાગ રૂપે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા પણ તમામ થાણા અધિકારીઓને કડક હાથે કામગીરી કરવા અવાર નવાર સૂચના આપવામાં આવે છે પરંતુ મોરબી એસપી ની સૂચનાનો જાણે છડે ચોક મોરબી તાલુકા પોલીસ દ્વારા ઉલ્લલિયો થતો હોય તેવા દ્ર્શ્યો મોરબી તાલુકા પોલીસમથકના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં મોરબી તાલુકા પોલીસ મથક સૌથી મોટો વિસ્તાર છે અને પોલીસ ની દ્રષ્ટિ અને ધંધાની દ્વષ્ટિએ પણ આ પોલીસમથક ક્રિમ પોલીસમથક ની યાદીમાં આવે છે જો કે રાજ્યની સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવતી સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ દ્વારા પણ મોરબી તાલુકામાં આમરણ વિસ્તારમાં ડીઝલ ચોરી ની રેડ કરવામાં આવી હતી જો કે તેમાં બીટ પીએસઆઈ અને તેના સ્ટાફ ને બાદ કરતા નાના અને નિર્દોષ પોલીસકર્મીઓની બદલીઓ કરી દેવામાં આવી છે જ્યારે બીજી રેડ વિદેશી દારૂનો જથ્થો લાલપર નજીકથી પકડી પાડ્યો હતો આ બંન્ને રેડ ની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જ મોરબી તાલુકા પોલીસ મથક ના પીઆઈ કે એ વાળા ની બદલી બાદ મોરબી તાલુકા પોલીસમથકના ચાર્જ પીઆઈ એચ.એમ.મકવાણા ને અપાયો હતો જો કે હવે તેઓને મોરબી તાલુકા પોલીસ મથકના જવાબદાર પીઆઈ બનાવી દેવામાં આવ્યા છે પરંતુ ચાર્જ બાદ નિમણુક બાદ પીઆઈ મકવાણા આ દેશી અને વિદેશી દારૂ ની બદીઓને નાશ કરશે તેવી મોરબી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વાસીઓને આશા હતી પરંતુ તેના બદલે મોરબી તાલુકાના મકનસર, રફાળેશ્વર, લીલાપર,આમરણ,બગથળા,માણેકવાડા સહિતના ગામોમાં મોટાં પાયે દેશી દારૂ ના હાટડાઓ ધમધમી રહ્યા છે એટલું જ નહિ મોરબી તાલુકા પોલીસ દ્વારા આ હાટડાઓ માટે મોટી રકમ વસૂલવામાં આવી રહી છે અને મંજૂરી આપવામાં આવી છે તેવી પણ સૂત્રો માંથી માહિતી મળી છે જો કે આગામી સમયમાં મોરબી તાલુકા પોલીસ ના પીઆઈ જો દેશી દારૂના અને અનૈતિક પ્રવૃત્તિઓ પર લગામ નહિ લગાવે તો જનતા રેડ કરી ગ્રામજનો આ અનૈતિક પ્રવૃતિઓ પર લગામ લગાવશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી હા મોરબી તાલુકા પોલીસ મોરબી જિલ્લાનું ક્રિમ પોલીસ મથક છે ત્યારે આ પોલીસ મથક ક્રિમ માંથી સામાન્ય લોકો માટે કામ કરવાનું શરૂ ક્યારે કરે છે એ જોવું રહ્યું.તો બીજી બાજુ મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવેલ સુચનાઓ ને પણ મોરબી તાલુકા પોલીસ નજર અંદાજ કરવાની હિંમત કરી આવા ધંધો ચલાવી રહ્યા છે જે અત્યંત શરમજનક બાબત છે.જો કે આગામી સમયમાં કોઈ કડક કાર્યવાહી નહિ કરવામાં આવે તો મોરબી તાલુકાના ભાવ પત્રક સાથે ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરવા પણ એક જાગૃત નાગરિકે કમર કસી છે.