ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે રામજી મંદિરના લાભાર્થે ક્રિકેટ ડે ટુર્નામેન્ટ યોજાવા જઇ રહી છે. જેમા ગામના યુવાનો દ્ધારા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાવા ક્રિકેટ રસીયાઓને અપીલ કરવામા આવી રહી છે. ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે દિવસે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.જેમા વિજેતા ટીમને 5100/- રુપીયા અને ટ્રોફી એનાયત કરવામાં આવશે, રનર્સઅપ ટીમને 2100 રુપિયા અને ટ્રોફી જ્યારે મેન ઓફ ધ મેચ સીરીઝને ટ્રોફી આપવામાં આવશે. ક્રિકેટ ખેલાડીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.31-1-2021 રાખવામા આવી છે. ડે ટુર્નામેન્ટ તા. 1-2-2021 ના રોજ શરુ થનાર છે. ગાજણવાવ ગામે રામજી મંદિરના લાભાર્થે યોજાનાર ટુર્નામેન્ટના આયોજક બળદેવભાઇ ભરવાડ મો. 6354043381, હાર્દિકભાઇ પટેલ મો. 8200803983, પીયુસભાઇ પટેલ મો. 7567535787 અને ગાજણવાવ ક્રિકેટ ટીમનો ફોર્મ માટે સંપર્ક કરવો ટુર્નામેન્ટ વખતે સંપૂર્ણ રીતે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા આયોજકોએ વિનંતી કરેલ છે.