નગરપાલિકા વિસ્તારમાં અતીઉપયોગી રોડ રસ્તા અને નાળા જેવાં કરોડો રુપિયા ના વિકાસ કાર્યો ચાલુ કરવા આવ્યા. નગરપાલિકા ના ચીફઓફિસર, પ્રમુખ સહિત સહિત નગરસેવકો મહેનત રંગ લાવી
હળવદ શહેરમાં રાજ્યસરકાર દ્વારા વણથંભી વિકાસયાત્રા અંતર્ગત જનશુખાકારીના અનેક વિકાસ કાર્યો કરાઈ રહ્યાછે તે અનુસંધાને વધુ કામ કરોડોના ખર્ચે રોડ રસ્તાઓ ના કામ નગરપાલિકા વિસ્તારમાં શૈક્ષણિક,આરોગ્ય, સંકુલ અને સોસાયટી, વિસ્તારને જોડતો અતીઉપયોગી રોડ નું કરોડ રૂપિયા ના ખર્ચે વિવિધ રોડના કામચાલુ કરવામાં આવ્યા છે. સાથે સાથે ટીકર રોડ પર પેવર બ્લોક કામ શરૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં વિકાસકાર્યોની ચોમાસા બાદ શરૂઆત થઈ છે. હળવદ નગરપાલિકાના ચીફઓફિસર સંદીપસિંહ ઝાલા, પ્રમુખ રમેશભાઇ પટેલ, ઉપપ્રમુખ રેખાબેન મિસ્ત્રી, અશ્વિન કણઝરીયા, અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી વગરે નગરસેવકો, મહેનત રંગ લાવી હતી. વીકાસકાર્યો માટે રાજ્યસરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. હળવદના વિવિધ રસ્તાઓ રેલ્વે સ્ટેશન રોડ, ટીકર રોડ, નાલંદા વિધાલય વાળો રોડ, કણબીપરા વાળો રોડ, સામતસરસરોવર વાળો રોડ સહિત અન્ય વિકાસના કામો હાથ ધરવામાં આવશે.