હિન્દુઓના આસ્થાના પ્રતીક સમાન ભગવાન રામના પ્રાગટય પર્વ નિમિત્તે ટંકારામાં શોભા યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામા આવ્યું હતું. રામનવમીના પવિત્ર પર્વ નિમિતે યોજાયેલ આ શોભાયાત્રામાં ટંકારામાં હિન્દૂ મુસ્લિમ એકતાના દર્શન થયા હતા. જેમાં ટંકારામાં નીકળેલી શોભા યાત્રાનું સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને શોભાયાત્રમાં સામેલ તમામ રામ ભક્તોને સુન્ની મુસ્લિમ સમાજના કાર્યકરો, આગેવાનોએ ઠંડા પીણાં પીવડાવી આવકાર્યા હતા.
આ પવિત્ર ભાવને પગલે રામ લલ્લાની જન્મજ્યંતી નિમિતે મોરબી જિલ્લાનું ટંકારા હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક બન્યું હતું. તમામ રામ ભક્તોએ પણ સુન્ની મુસ્લિમ સમાજના આ ભાવને બિરદાવ્યો હતો.